વલસાડઃ ધરમપુર
ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં બ્લડ બેંક વહેલી તકે શરૂ કરવા માટે પ્રબળ માંગ!
વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં આવેલ ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતી સ્ટેટ હોસ્પિટલમાં જુદા જુદા વિસ્તારોમાં માંથી ગરીબ અને આદિવાસી પરિવારો માટે એક આશીર્વાદ સમાન છે. ધરમપુર, કપરાડા, વાંસદા અને સરહદી મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી રોજ સેંકડો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે.
મહત્વની વિગતોમાં જાણીએ તો આ હોસ્પિટલમાં માસિક આશરે ૨૦૦ થી ૨૫૦ જેટલી પ્રસૂતિઓ અને અનેક નાના-મોટા ઓપરેશનો થાય છે.
વધુમાં જાણીએ તો લોહીની જરૂરિયાત ખુબજ જણાય છે જેમાં ગાયનેક, ઓર્થો, અકસ્માત અને સિકલસેલ/થેલેસેમિયા જેવા ગંભીર દર્દીઓ માટે વર્ષે આશરે ૧૨૦૦ યુનિટ રક્તની જરૂર પડે છે.
કયા કારણો સર વહીવટી વિલંબ સર્જાય છે: બ્લડ બેંક માટેના મોટાભાગના સાધનો (સંસાધનો) આવી ગયા હોવા છતાં, માત્ર ‘મહેકમ મંજૂરી’ (સ્ટાફની મંજૂરી) ન મળવાને કારણે આ મહત્વપૂર્ણ સેવા હજુ સુધી શરૂ થઈ શકી નથી. હાલમાં દર્દીઓએ વલસાડ, પારડી કે વાપી સુધી લંબાવવું પડે છે, જેમાં કિંમતી સમય વેડફાય છે.
આ ગંભીર અને જનહિતના મુદ્દાને તંત્ર સમક્ષ આદિવાસી સમાજ અને પૂર્વ અપક્ષ તાલુકા પંચાયત સભ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ દ્વારા મજબૂતાઈ થી ઉઠાવવા બદલ, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરાવી લેખિત રજૂઆતો કરી સ્થાનિક લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને રજૂઆત કરવામાં આવી.
વધુમાં જણાવ્યું કે જે રીતે તંત્રને જગાડવા માટે અને દર્દીઓના જીવ બચાવવા માટે આગામી દિવસોમાં ઉપવાસ પર બેસવાની પણ ચીમકી આપીને છે.
અમારી માંગણી: અમે પણ તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે જનહિતમાં કોઈ પણ જાતના વિલંબ વગર વહેલી તકે આ બ્લડ બેંક સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવે.