વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એવા પ્રબળ સૂત્રોથી જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1200 થી વધુ વૃક્ષા રોપ્યાં.

વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એવા પ્રબળ સૂત્રોથી જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

વર્ષે વધતા જતા તાપમાન અને કપાતા જતા વૃક્ષોને ધ્યાનમાં રાખી જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અતુલ ફાઉન્ડેશનનાં સહયોગથી ” સંજીવની ” પ્રોજેક્ટ અંતર્ગત તારીખ 18 અને 19 જુલાઈ 2026 ને શનિવાર અને રવિવારે વાંસદાનાં રંગપૂર ખાતે અને ચોરવણી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

જેમાં જુદા જુદા પ્રકારનાં કુલ 592 વૃક્ષો રંગપૂર ખાતે રોપવામાં આવ્યા તેમજ 625 વૃક્ષો ચોરવણી ખાતે રોપવામાં આવ્યા. એમ કુલ મળીને 1217 વૃક્ષો રોપાયા.

સદર કાર્યક્રમમાં સંસ્થાનાં કાર્યકર્તાઓ ગામના યુવાનો મળી કુલ 53 જેટલા પર્યાવરણ પ્રેમીએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ વૃક્ષો રોપવામાં મહત્વનો ફાળો આપ્યો.

સાથે જ સંકલ્પ કરવામાં આવ્યો કે દર વર્ષે વૃક્ષોની સંખ્યામાં વધારો કરી વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ રોપેલા છોડને વૃક્ષ બનવવામાં સંપૂર્ણ કાળજી લઈ એને મોટા કરવાના સંકલ્પ લઇ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *