9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવસારી, વલસાડ, દાનહ, ડાંગ જેવા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી.

વિશ્વમાં આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના ઈ.સ. ૧૯૯૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. તેના પહેલા ઈ.સ.૧૯૮૨ ના રોજ પ્રથમ બેઠક માટે ૯ ઓગસ્ટની પસંદગી કરવામાં આવી હતી. જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત ૯ ઓગસ્ટ 1994 દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ઈ.સ.૧૯૯૫-૨૦૦૪: વિશ્વના આદિવાસી લોકોનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દાયકા શરૂ થયા જે વાર્ષિક ૯ ઓગસ્ટના ઉજવણીનું કેન્દ્રબિંદુ બન્યું.

૯ ઓગસ્ટના રોજ  દેશ તેમજ દુનિયામાં વિવિધ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  ગુજરાતના વિવિધ વિસ્તારમાં પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નવસારી, વલસાડ, તેમજ દાદરા નગર હવેલી અને સેલવાસમાં મોટી સંખ્યામાં આદિવાસી આદિવાસી સમાજના લોકો જોવાયા અને ઉત્સાહભેર આદિવાસી દિવસની ઉજવણી કરવમાં આવી.

ધરમપુર: જેમાં ધરમપુર ખાતે  વિશ્વ આદિવાસી દિને આદિવાસી સમાજની રેલીમાં આદિવાસી નૃત્ય થકી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઇ હતી. કાર્યક્રમમાં તાલુકાના ગામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસી સમાજના આગેવાનોએ સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન કરવા તેમજ લગ્ન જેવા શુભ પ્રસંગે આદિવાસી વાજિંત્ર વગાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઉજવણી નિમિત્તે ધરમપુરના આસુરા સ્થિત ભગવાન બીરસા મુંડા સર્કલથી વિવિધ નગર ક્ષેત્રમાં ઢોલ, નગારા, તુર-થાળી, ડી.જે. સહિતના વિવિધ વાદ્યોના સૂર તથા આદિવાસી નૃત્ય સાથે નીકળેલી વિરાટ રેલી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. નગરજનો ઉપરાંત ખરીદ વેચાણ અર્થે આવેલા લોકો પણ આદિવાસી સમાજની વેશભૂષા ધારણ કરીને રેલીમાં જોડાયા હતા. આ વર્ષે આયોજિત રેલીમાં આદિવાસી સમાજના તમામ વર્ગના લોકો મન મૂકીને રેલી સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાતા આઝાદીનો જશ્ન મનાવતા હોય તેવો માહોલ સર્જાયો હતો જેમાં પૂર્વ તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને બીજા અનેક આગેવાનો જોડાયા.

સેલવાસ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખાનવેલના ગ્રાઉન્ડ ખાતે પ્રદેશના આદિવાસી સમાજ સંગઠન દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી પરંપરા, સંસ્કૃતિ જાળવવા સાથે એકતાનો સંદેશ આપ્યો હતો. સૌપ્રથમ ખાનવેલ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્યાંથી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન આદિવાસી સમાજની પરંપરાગત વેશભૂષા, સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિ રજૂ કરાઈ હતી. જે બાદ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાઈ હતી. મુખ્ય કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્યો અને આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરવામાં આવી હતી.

વાંસદા : વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલનો હુંકાર વાંસદા તાલુકાના કુકણા સમાજ પાસેથી ડીજેના | તાલે શરૂ થયેલી રેલી હનુમાનબારી વાંસિયા રાજાભીલ સર્કલ સુધી પહોંચી હતી. રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે વાંસદા-ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે હનુમાનબારી સર્કલ પર રેલીને સબોધતા જણાવ્યું હતું કે, આપણે નાચવો કુદવાનું પણ છે, કોઈ પોલીસથી ગભરાવાનું નથી, પોલીસ આપણી સુરક્ષા માટે છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે. અમે તીરકામઠા શોભામાં મૂક્યા પણ નથી. જરૂર પડે તો જેન-ઝી જેવું હનુમાનબારીમાં કરશું. એક જણને જેલમાં બેસાડવાથી બીજો ભાઈ ગભરાઈ નથી જવાનો અમે જેલમાં જવા તૈયાર છીએ. પરંતુ પછી એવું થશે કે, આખા બાંકડા અમારા ગુજરાતની પોલીસે વાંસદા આવું પડશે. બન્યા છે, જેણે પણ અમારા બેનર કાઢ્યા છે ને તે કાન ખોલીને સાંભળી લે અને જેણે કઢાવ્યા છે એને પણ ફોન કરીને સંભળાવી દેવો, કાલે બીજા ૧૦ બેનર બાંધવા તૈયાર છે. મણીપુર, મધ્યપ્રદેશ કે દુનિયાના કોઈપણ ખૂણામાં આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો આદિવાસી સમાજ ન્યાય મેળવવા માટે દિલ્હી જવા ડરવાનો નથી. સુપ્રીમ કોર્ટ એ કીધું કે, આદિવાસી દેશના મૂળ માલિક છે. જે સમયે મારી પાર્ટી આદિવાસી સમાજનું અહિત કરશે ત્યારે પાર્ટીના પાટિયા ભંગારમાં વેચી દઈશું. અનામત હટાવવા કેટલાક સોશિયલ મીડિયા પર મુહિમ ચલાવે છે તે બાબતે કહ્યું હતું કે તમારા બાપે અનામત નથી આપેલું. આદિવાસી માતાના કુખે જન્મ લીધો છે એટલે અનામત મળે છે.

વલસાડ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વલસાડ ખાતે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અટક પારડી સ્થિત ધોડિયા સમાજ હૉલ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો. પારંપરિક વેશભૂષા, ઢોલ-નગારાના તાલે અને આદિવાસી સંસ્કૃતિના નારાઓ સાથે હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો અને યુવાનો આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. રેલી અટક પારડી વિસ્તારના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં આદિવાસી સમાજની એકતા અને તેમની સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજના હક્કો, સંસ્કૃતિ તથા પરંપરાગત મૂલ્યોની જાળવણીનો સંકલ્પ દોહરાવ્યો હતો. રેલીના આયોજનને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થયો.

કપરાડા-નાનાપોંઢા:  કપરાડાઅને નાનાપોંઢા વિસ્તારમાં પણ બિસરામુંડા સર્કલ ખાતે ઉત્સાહ અને ઉમંગભેર વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી.

ચીખલી : 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ચીખલી ખાતે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી પ્રકૃતિ પૂજા કરીને રેલીની શરૂઆત કરવામાં આવી, દેવધા ગામે પૂરગ્રસ્ત અસરગ્રસ્તોને પોતાનાં જીવના જોખમેં બચાવનારા દેવધા ગામના યુવાઓને બિરસા આર્મી સંગઠનની ટીમ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યાં, રેલીમાં સમસ્ત આદિવાસી સમાજનાં પ્રમુખ એવા માં.ડો. પ્રદિપભાઇ ગરાસિયા ખાસ ઉપસ્થિત રહ્યાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકા પણ પંકજ પટેલ દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી અને  બિરસા આર્મી સંગઠનના નવસારી,જલાલપોર તેમજ લાજપોર વિસ્તારના આગેવાનો ભેગા મળીને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવસારી ખાતે બિરસા મુંડાજીની સવારી સાથે ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી ,રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા.

ખેરગામ : ખેરગામ તાલુકા પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ડો.નીરવ પટેલ દ્વારા ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્નસ થયો.

ડાંગ : ડાંગ જીલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શિલ્પતરાજા સાહેબ સર્કલ થી બિરસા મુંડા સુધી ઉત્સાહ અને ઉમંગ સાથે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *