વલસાડઃ ધરમપુર
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવશે તેને અનુસંધાને વિવિધ શાળા કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં અને આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબ પહેરવેશ પહેરવામાં આવે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી.
તારીખ 8/8/2024 ને ગુરુવારના રોજ પ્રાથમિક શાળા મોટીઢોલડુંગરી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ આદિવાસી સમાજને લગતી નવ જેટલી કૃતિઓ પર ડીજેના તાલ સાથે ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના મહાનાયક યોદ્ધા બિરસા મુંડા અને તાત્યા ભીલ ના જીવન ચરિત્ર વિશે શાળાની બાળાઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. તેમજ શાળામાં વાલી સંમેલન નો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 મી ઓગસ્ટ ના દિને દીકરીની સલામ દેશને નામ, FLN કાર્ય, ડ્રોપ આઉટ, વોકેશનલ એજ્યુકેશન દ્વારા જીવનમાં ઉપયોગી કળા, શિષ્યવૃત્તિ, કોમ્પ્યુટર લેબનો વપરાશ, ઓનલાઇન શિક્ષણકાર્ય મા ટેકનોલોજીનો ઉપયોગ, શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છતા, ચોખ્ખું પાણી, એક પેડ મા કે નામ ના વિવિધ મુદ્દાઓની ચર્ચા શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી.
આ કાર્યક્રમમાં ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમભાઈ પટેલ, પંચાયતના સભ્યશ્રીઓ,S.M.C પરિવાર ગામના વડીલશ્રીઓ, તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.