વલસાડ: ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલા લાઈબ્રેરીમાં પીવાના પાણીનું કુલર જર્જરિત છે, જે અંગે ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ને રજૂઆત કરવામાં આવી.
તારીખ.23/08/2024 ના દિને ધરમપુર ખાતે આવેલ શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમાં પાણીનું કુલર જર્જરિત છે, જે નવું મુકવા તેમજ બને સાઇડ પંખાની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ધરમપુર ને રજુઆત કરવામાં આવી.
ધરમપુર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી 100 થી વધારે વિધાર્થીઓ આ લાઈબેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવામાં માટે આવતા હોય છે, પરંતુ હાલે પીવાના પાણીનું કુલર જર્જરિત હાલતમાં હોય જેથી વિધાર્થીઓને પીવાના પાણીની તકલીફ પડતી હોય અને વચ્ચેની હરોળમાં જ પંખા હોય અને બંને સાઈડ પંખા ન હોવાને કારણે પણ વિધાર્થીઓને અગવડતા પડતી હોય છે.
જે બાબતે રજુઆત કરતા ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ વિધાર્થીઓની સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવશેની ખાતરી આપવામાં આવી છે.
ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખશ્રી યોગેન્દ્ર ગરસિયા, સામાજિક આગેવાન વિજય અટારા સાથે વિધાર્થીઓને પડી રહેલ અગવડતા અંગે રજુઆત કરવામાં આવી.