ધરમપુર તાલુકામાં ડૂબી જવાના 2 બનાવમાં 1 સગીર અને 1વૃધ્ધ મોતને ભેટ્યા

વલસાડ: ધરમપુર

મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં ડૂબી જવાના બનેલા બનાવમાં એક 14 વર્ષીય સગીર અને એક 69 વર્ષીય વૃધ્ધનું મોત નીપજ્યું છે.

ધરમપુર તાલુકાના આંબાતલાટ સાવરમાળ ગામના ધસારપાડા ફળિયાના 14 વર્ષનો અમર બાગુલ સાવરમાળ તાન નદી ઉપર સતીમાળ તરફ જતા કોઝવે નીચે નદીના ઉંડા પાણીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હોવાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે નોધાઇ છે.

અન્ય બનાવમાં ભવાડા ગામના ચીકાડી ફળિયાના 69 વર્ષીય લીંગુભાઈ મલ્યાભાઈ પણજ્યા ગત તા. 28ના રોજ સાંજે ઘરેથી નીકળ્યા બાદ રાત્રે જમવા ન આવતા પરિવારે બોપી બેનને ત્યાં સહિત પૂછપરછ કરતા તેમની જણકારી ન મળતા.

ધરમપુર તાલુકાનુ ભવાડા ચીકાડી ફળીયા અને વાંસદા તાલુકના ચોંઢા ગામ વચ્ચેથી પસાર થતી તાન નદી પરના કોઝવે પરથી ચા  પીવા ગયા હશે અને નદીમાં પડી જવાથી ડુંબી જવાની શંકાને લઇ પરિવારે નદી કિનારે શોધખોળ કરી આ દરમ્યાન શનિવારે ભવાડા ગામની બાજુમાં આવેલું ખાંડા ગામ તાન નદીમાં પથ્થરમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *