વલસાડ: ધરમપુર
તા.03/09/2024 ની રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા મોટીઢોલ ડુંગરી ગામ ખાતે કારમાં પસાર સ્થતા સ્થાનિક લોકોએ ગામના મુખ્ય રસ્તા ઉપર 2 દીપડાને જોયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાંથી બંને દીપડાઓની હાજરી અંગેનો મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો.
ઘટના અંગે ગામના સરપંચ અને પશુપાલકોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ગામના સરપંચ અને પશુપાલકોને દીપડાની હાજરી અંગે માહિત ગાર કર્યા હતા. પશુપાલકનું કોઈ નુકશાન ન થાય તે માટે તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ કરતા સ્થાનિક અગ્રણીઓએ તકેદારીના ભાગ રૂપે માનવ વસ્તી નજીક દીપડાની હાજરી અંગે વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી.
ઘટના અંગે વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરાતા વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચકાસણી હાથ હતી.
ધરમપુરના મોટી ઢોલ ડુંગરી વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ઘટનાની જાણ પશુપાલકોને કરાતા પશુપાલકોને ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ હાથ ધર્યું હતું. વન વિભાગની ટીમે દીપડાને નિહાળનાર સ્થાનિક લોકોના નિવેદન નોંધી દીપડાનું રેસ્ક્યુ કરવા પાંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.