ધરમપુર-વલસાડ ફોરલેન રસ્તો બનાવવા રૂપિયા 150 કરોડ રૂપિયા મંજુર થયેલ છે.

વલસાડ: ધરમપુર

ધરમપુર- વલસાડ રસ્તાને ફોરલેન માર્ગ બનાવવાની ઘણા સમયથી ઉઠેલી માગની સરકારમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ધરમપુરની રજુઆત આ રસ્તા માટે રૂપિયા 15,050 લાખ(150કરોડ)ની ફાળવણી સાથે ફળી છે. ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ધરમપુરે આપેલી માહિતી મુજબ 23.40 કિમીના આ રસ્તાને ત્રણ ફ્લાઈઓવર સાથે બનાવવા સરકારે માતબર રકમ ફાળવી જોબ નંબર ફાળવવામાં આવ્યો છે.

ધરમપુરથી વલસાડ રોડને માર્ગ પરિવહનની સરળતા માટે ફોરલેન બનાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી. વાહનોની અવરજવરથી વ્યસ્ત આ માર્ગ પર વાહનચાલકોની સરળતા અને અકસ્માતની ઘટના દૂર કરવા ફોરલેન માર્ગ બનાવવાની જરૂર ઉભી થઇ હતી. જેને લઈ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે સરકારમાં કરેલી રજુઆત જોબ નંબર સાથે ફળી છે.

આ રસ્તો બનવાથી વલસાડ તરફ અવરજવર કરતા લોકોનો સમય બચશે. આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે. રસ્તાની મંજૂરીની માહિતી મળતા લોકોએ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી છે. પૂર્વ ધરમપુર શહેર ભાજપના પ્રમુખ સમીપ રાંચે ધરમપુર- વલસાડ ચારલેન બનવાથી નાસિક, શિરડી, પુના સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં હેવી-લાઈટ તથા માલવાહક વાહનો તેમજ બાઈક તથા વાહનચાલકોને રોજિંદા અવરજવરમાં સરળતા મળવાની સાથે સલામતી જળવાઈ શકે એમ છે.

વલસાડ અને ધરમપુરથી આ માર્ગ પરથી નોકરિયાત વર્ગ, બાઇકો, માલવાહક, એસટી બસની તથા ખાનગી વાહનો રોજિંદા બહુધા પ્રમાણમાં અવરજવર થતી હોય છે.  આ રોડ પર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. જેને લઈ મોટા પ્રમાણમાં જોવા મળતા ટ્રાફિકને પગલે આ માર્ગ ફોરલેનમાં પરિવર્તિત થવો જોઈએ એવી લાગણી પણ વાહન ચાલકોમાં ઉઠી હતી. ધરમપુર- વલસાડ  ફોરલેન રસ્તો બનવાથી ટ્રાફિકની સમસ્યા પણ મહદઅંશે દૂર થશે.

સંદર્ભ: દિવ્ય ભાસ્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *