પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ હેતુના ભાગરૂપે પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી.

વલસાડ: ધરમપુર

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના  મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ હેતુના ભાગરૂપે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ વન્ય પ્રાણી સપ્તાહ ફોરેસ્ટ વિભાગનાં રેન્જ ઓફિસર અને સ્ટાફગણ દ્વારા કરવામાં આવી.

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળા 6 થી 8 ધોરણના વિધાર્થીઓએ થીમ આધારિત ચિત્ર સ્પર્ધામાં ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં ધરમપુર આઈ.ટી.આઈ નાં પ્રોફેસર ડો. ધીરૂભાઈ પટેલ,રેન્જ ઓફિસર તથા સ્ટાફ ગણ તેમજ ધરમપુર સાયન્સ સેન્ટરના સાહેબશ્રી પ્રજ્ઞેશભાઈ રાઠોડ તેમજ અન્ય સ્ટાફ ગણહાજર રહ્યા હતા.

આ વન્ય સપ્તાહ ઉજવણીમાં કાર્યક્રમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કે જેમણે ચિત્ર સ્પર્ધામાં આગવું સ્થાન દાખવ્યું હોઈ એવા વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક નીલકુમાર ઉકકડભાઈ પટેલ, દ્રિતીય ક્રમાંક એશ્વરીબેન અનિલભાઈ પટેલ, તૃતીય ક્રમાંક હીનાલીબેન અમ્રતભાઈ પટેલ ને જાહેર કરી પ્રોત્સાહનનાં ભાગ રૂપે વિધાર્થીઓને  મુખ્ય અતિથિના હસ્તે પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વન્ય સપ્તાહ ઉજવણીને સફળ બનાવવા બદલ તમામ વિદ્યાર્થીઓ, શાળા પરિવાર તથા એસ.એમ.સી પરિવારનો ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *