વલસાડ: વાપી
સરકારની સૂચનાના પગલે હોટલ,રેસ્ટોરન્ટની સેમ્પલિંગ અને ઇન્સ્પેક્શન ડ્રાઈવ માટે વલસાડના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર. વલવીએ કડક ચેકિંગ શિડ્યુલ ગોઠવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,વલસાડના ફૂડ સેફટી ઓફિસર કે.જે. પટેલ તથા સી.એન પરમાર સાથેની સંયુક્ત ટીમે વાપી શાંતિ કોમ્પલેક્ષ,હાઇવે નજીક રંગોલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં બિનઆરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ મળી આવતાં ફુડ એન્ડ ડ્રગ્સ ટીમે ખુટતી કાર્યવાહી કરી લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
વલસાડ અને વાપીમાં શોપ્સ,રેસ્ટોરન્ટ,શાકભાજી વિગેરે દૈનિક ખાદ્ય ચીજ વસ્તુઓ પર ફુડ એન્ડ ડ્રગ્સ વધુ ભાર મૂક્યો છે. વલસાડમાં સબજીવાલા હોટલમાં એક્સપાયાર્ડ વાસી પીઝા બ્રેડ,મસાલા,ખરાબ અનાજ કઠોળ, લોટ વિગેરેનો 115.6 kg કિમત રૂ. 23560 રૂપિયાનો જથ્થાસ્થળ પર જ નાશ કરાવ્યો હતો અને રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ ન થાય ત્યાં સુધી બંધ કરાવી છે.
સબજીવાલા શોપમાં તપાસણી કરાઇ હતી. દરમિયાન બિન આરોગ્યપ્રદ અને અયોગ્ય જણાતી ખાદ્ય વસ્તુઓ જોતાં
આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડતાં ફુડ એન્ડ ડ્રગ્સની આ ટીમે શોપનું 15 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.આ સાથે રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ ન થાય ત્યાં સુધી બંધ રાખવા સૂચના આપી છે.