ભારત: ગુજરાત
દેશમાં ભાજપના સદસ્યોની 6 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં 2જી સપ્ટેમ્બર 2024થી દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશના લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવા અને ભાજપના સદસ્ય બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાલ દેશભરમાં 9 કરોડથી વધુ લોકો ભાજપની સદસ્યતા મેળવી ચુક્યા છે.
જ્યારે ગુજરાત રાજ્યમાં 1 કરોડથી વધુ લોકો BJPની વિચારધારા સાથે જોડાઈ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ પૈકી સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ સારી કામગીરી કરનાર ટોપ ટેન સાંસદોની યાદી જાહેર કરવામાં આવી હતી.
જેમાં ગુજરાત રાજ્યમાં સદસ્યતા અભિયાનની જવાબદારી સંભાળનાર પોરબંદરના સંસાદ મનસુખ માંડવિયા રાજ્યમાં પ્રથમ સ્થાને છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ રાજ્યમાં બીજા ક્રમે છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ રાજ્યમાં ત્રીજા ક્રમે છે. જ્યારે વલસાડના સાંસદ ધવલ પટેલ રાજ્યમાં સદસ્યતા અભિયાનમાં 6ઠા ક્રમે છે.
વલસાડ લોકસભા બેઠકમાં આવતા ડાંગ, વાંસદા, ધરામપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ વિધાનસભા વિસ્તાર મળી કુલ 2,93,624 સદસ્ય બાનાવ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રદેશમાં સદસ્યતા અભિયાનમાં સંસાદમાં ટોપ ટેન સાંસદોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડના સંસાદ ધવલ પટેલ 6ઠા ક્રમે રહ્યા હતા.
વલસાડ લોકસભા બેઠકમાં વિધાનસભા મુજબ સદસ્ય
ડાંગ. 34,753
વાંસદા. 33,812
ધરમપુર. 39,507
વલસાડ. 62,183
પારડી. 56,881
કપરાડા. 33,075
ઉમરગામ. 33,413
વલસાડ જિલ્લામાં કુલ 2.25 લાખ લોકોને BJPના રાષ્ટ્રીય સદસ્ય બનાવ્યા છે. જેમાં સૌથી વધુ વલસાડ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલે 62,183 જયારે સૌથી ઓછા કપરાડા તાલુકામાં જીતુભાઇ ચૌધરી 33,075 અને ઉમરગામ તાલુકામાં 33,413 સદસ્ય બન્યા છે.
સાંસદે વલસાડ જિલ્લા અને વાંસદા અને ડાંગના ભાજપના કાર્યકરો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંદર્ભ: દિવ્ય ભાસ્કર