વલસાડઃ ધરમપુર
જય જોહાર મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામોમાં તારીખ 03/11/2024 ના દિને જય બરમદેવ ગ્રુપ વાંકલ આયોજિત ઘેરિયા નૃત્યનું આયોજન ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ ધરમપુર ખાતે અને ત્યારબાદ મોટી ઢોલડુંગળી ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલનાં ઘરે તેમજ વિવિધ જગ્યાએ ઘેરીયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને આજે પણ વાંકલ ગામના યુવાનોને વડીલો દ્વારા જાળવી રાખેલ છે તે બદલ તમામ યુવાનોને વડીલોનો આભાર માનીએ છે આ ઘેરીયા વાઘ બારસ ના દિવસે બરામદેવ અને માં પ્રકૃતિ ની પૂજા કરીને સારુ કરવામાં આવે છે સાથે સંસ્કૃતિને જાળવી રાખવાનો વારસો યુવાનોને પણ આપીને જાઓ એવી આશા અને અપેક્ષા સાથે આદિવાસી સમાજ દ્વારા એમનો આભાર માનવામાં આવ્યો.
ધરમપુર ખાતે ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ પાસે ગેરીયા નિત્યનું આયોજન કર્યું ત્યારે ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે સહકાર આપનાર ધરમપુર પોલીસ તંત્રને આભાર માનવામાં આવ્યો.
આદિવાસી દોડીયા સમાજના લોકો ખૂબ જ ઉત્સાહ થી ઘેરીયા નૃત્યમાં ભાગ લઈ છે. આદિવાસી દોડીયા સમાજની વર્ષો જૂની પરંપરા જાળવી રાખેલ છે.