વલસાડ: ધરમપુર
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરી.
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં ગતરોજ પ્રાંત અધિકારી ધરમપુરને આદિવાસી વિસ્તાર ધરાવતતો ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક તાત્કાલિક કાર્યરત કરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી.
આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડબેંક ઝડપથી શરૂ કરવામાં આવે કારણ કે ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલમાં બ્લડબેંકના તમામ સંસાધન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પરંતુ મહેકમ મંજૂરી તથા બ્લડ ચકાસણી પ્રમાણપત્ર મળે મળે તો બ્લડબેંક તાત્કાલિક કાર્યરત થઈ શકે.
આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ધરમપુર,કપરાડા,વાંસદા,મહારાષ્ટ્ર વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ 150 બેડની સ્ટેટ હોસ્પિટલમાં દરરોજ આશરે 250 થી 300 દર્દીઓ દાખલ થતા હોય છે. આ ઉપરાંત માસિક સરેરાશ 400 થી 500 પ્રસુતિ અને વિવિધ ઓપરેશન પણ થાય છે સિકલસેલમાં પણ બ્લડ વધારે જરૂર પડે છે તો આ સમયે દર્દીના સગાએ વલસાડ કે પારડી જવાની નોબત આવે છે.
બ્લડબેંક ના તમામ સંસાધન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પરંતુ મહેકમ મંજૂરી તથા બ્લડ ચકાસણી પ્રમાણપત્ર મળે મળેતો બ્લડબેંક તાત્કાલિક કાર્યરત થઈ શકે. બ્લડબેંક ચાલુ કરવામાં ન આવે તો પ્રજાના હિતને ધ્યાને રાખીને આગામી દિવસોમાં ઘરણાં પર બેસવાની ફરજ પડશે. એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
જ્યાં સમસ્ત આદિવાસી સમાજ સમાજ ધરમપુર પ્રમુખ યોગેશ ગરાસિયા, સામાજિક આગેવાન ઉત્તમ ગરાસિયા, સામાજિક આગેવાન રિતેશ પટેલ અને આદિવાસી તા.પં અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
અહી મંજૂર બ્લડ બેંકની બાકીની કાર્યવાહી પૂર્ણ કરી તાકીદે શરૂ કરવામાં આવે તો સગર્ભા માતા સિકલસેલ સહિત અનેક દર્દીઓને રાહત મળી શકે તેમ છે.