લોકસભા ચૂંટણીની કામગીરી માટે ભાડાપેટે નક્કી કરેલ 100 થી વધારે વાહનોના 6 મહિનાથી બાકી મહેનતાણું ચુકવવા બાબતે આદિવાસી સમાજ દ્વારા રજૂઆત.

વલસાડઃ ધરમપુર

લોકસભા ચૂંટણીની કામગીરી માટે ભાડાપેટે નક્કી કરેલ 100 થી વધારે વાહનોના 6 મહિનાથી બાકી મહેનતાણું ચુકવવા બાબતે રજૂઆત કરતા ભાડુ ચૂકવી દેવામાં આવ્યું.

મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તારીખ 11/12/2024 ના દિને ધરમપુર ખાતે આગાઉ તારીખ 09/12/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર અને પી.આઇ.શ્રી ધરમપુર ને લોકસભા ચૂંટણીની કામગીરી માટે ભાડાપેટે નકી કરેલ 100 થી વધારે વાહનોના 6 મહિનાથી બાકી મહેનતાણું ચુકવવા બાબતે આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી.

રજુઆત કર્યા ના બીજા દિવસે 100 થી વધારે ગાડીઓ નું ભાડુ ચૂકવી દેવામાં આવ્યું તે બદલ આજરોજ ગાડીઓ ના માલિકો સાથે સમાજિક આગેવાન અમિતભાઇ, યોગેશભાઇ ગરાસિયા, સામાજિક આગેવાન કમલેશ પટેલ સાથે મુલાકાત કરી અને કોઈ પણ જગ્યા એ અન્યાય થાય તો બધા ભેગા થઈ ને સહકાર આપવાની પ્રતિક્રિયા આપી.

આ તબક્કે યુવા મિત્રો દ્વારા સહકાર આપનાર પ્રાંત અધિકારી શ્રી ધરમપુર, પી.આઇ. શ્રી ધરમપુર અને ખાસ કરીને મીડિયાના મિત્રો અને આદિવાસી સમાજનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *