વલસાડ: ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તારીખ 17/02/2026 ના દિને મામલતદાર કચેરી ધરમપુર ખાતે બોર્ડની પરીક્ષા આવવાની હોય અને અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી હાલ પૂરતી મીની બસ મૂકી ને દૂર કરવા બાબતે ધરમપુર મામલતદારશ્રી ને રજૂઆત કરવામાં આવી.
મળતી માહિતી મુજબ આવનાર દિવસોમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આવવાની હોય અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓને સ્કૂલમાં જવા માટે મુશ્કેલી પડી રહી હોય જેને અનુલક્ષી ને વર્તમાન સમયની સ્થિતિ જોતા જો હાલ તબક્કે મીની બસની જો શરૂઆત કરવામાં આવે તો વિધાર્થીઓને માટે અનુકૂળ રહે અને વિધાર્થીઓનો સમય પણ બચી રહેશે જે સમયમાં વિધાર્થીઓ પોતાનું વાંચન પણ કરી શકશે.
જેમાં મામલતદાર કચેરી ધરમપુર ખાતે કરંજવેરી ગામના સામાજિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી અને મામલતદારશ્રી દ્વારા પણ જે તે વિભાગ સાથે સંકલન કરી વિધાર્થીઓના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ થાય એમ જણાવવામાં આવ્યું. જ્યાં ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે, કરંજવેરી ગામના સામાજિક આગેવાન વિજયભાઈ સામાજિક આગેવાન મનોજભાઈ, સામાજીક આગેવાન નિલેશભાઈ,આર.બી.ગાંવિત, તાલુકા પંચાયતના સભ્યશ્રી બાળુભાઇ સિંધા સાથે મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી.