“સબસે દૂર, સબસે પહેલે” ના સંકલ્પને સાર્થક કરતો એક અદભુત પ્રયાસ.

વલસાડઃ ધરમપુર

“સબસે દૂર, સબસે પહેલે” ના સંકલ્પને સાર્થક કરતો એક અદભુત પ્રયાસ!

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા આદિવાસી વિસ્તારમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના જ ગામમાં કે નજીકના વિસ્તાર મળે તે હેતુ થી સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જેમાં ધરમપુર તાલુકાના માકડબન અને આંબાતલાટ ગામ ખાતે આયોજિત ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)’ અને ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ અંતર્ગત જન-જાગૃતિ અવેરનેસ અને સેવા કેમ્પ કરવામાં આવ્યા, જેમાં આજુબાજુ ગામના લોકોએ સહભાગી થઈ વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ લીધો.

સદર કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભાઈ-બહેનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ એક જ જગ્યાએથી મળી રહે તે માટે આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં માનનીય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે સ્થાનિક લોકોની વ્યાપક જનભાગીદારી જોઈને ખૂબ આનંદ થયો. આ નિમિત્તે તમામ વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *