વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રાકૃતિક ખેતી એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહી છે.

વલસાડઃ પારડી

વલસાડ જિલ્લામાં આવેલ પારડી તાલુકામાં તારીખ 18-06-2026 ને ગુરુવાર ના રોજ “પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ રાજ્યના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતતા લાવવાના અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે જેના અનુસંધાને વલસાડના પારડી ખાતે આયોજિત “પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા” આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યશાળામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો, જમીનની ઉર્વરતા જાળવવાના ઉપાયો, ખર્ચમાં ઘટાડો અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રાકૃતિક ખેતી એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહી છે. ખેડૂત કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર કૃષિના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મળતી માહિતી મુજબ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ – પ્રાકૃતિક કૃષિ તરફ એક સશક્ત પગલું અને  સમૃદ્ધ ખેડૂત – સમૃદ્ધ ભારત” ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીએ.

આપણી ધરતી માતાના સંરક્ષણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. વલસાડ અને ડાંગના આપણા ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક કૃષિના આ અભિયાનને એક જન આંદોલન બનાવશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે. વધુમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ આયોજિત “પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા” સફળતા પૂર્વક થયો.

આ પ્રસંગે ખેડૂતભાઈઓ, કૃષિ નિષ્ણાતો, વલસાડ ડાંગનાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, માન. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત વલસાડના માન. પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહીત માન. ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, માન. ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

#12YearsOfSeva

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *