ધરમપુર તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા નથી.

વલસાડઃ ધરમપુર તા.31/01/2024 પ્રાંત અધિકારીશ્રી ધરમપુર ને ધરમપુર તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટર ની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે રજુઆત કરવામાં આવી.

ધરમપુર તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે કારણ કે આ સ્ટેટ હોસ્પિટલમાં ધરમપુર, કપરાડા, વાંસદા, મહારાષ્ટ્રથી સારવાર માટે લોકો આવતા હોય છે અને ICU ની સુવિધા ન હોવાને કારણે અમારા ગરીબ આદિવાસીઓ તાત્કાલિક સુવિધા ન મળવાને કારણે જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

આદિવાસી આગેવાનોનું કહેવું છે કે આ સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસીઓ વધારે સારવાર માટે આવતા હોય છે એટલા માટે સરકાર સુવિધા ન આપે છે કે શું? ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલમાં ફિઝિશયન ડોક્ટર ન હોવાથી રીફર આવેલ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવશે નહિ તે,મજ ICU સુવિધા ઉપલબ્ધ નથી એ બોર્ડ મારી ને શુ આદિવાસી ઓ નો મજાક ઉડાવવા માં આવી રહ્યો છે એ કેટલું યોગ્ય?.

સરકાર આદિવાસી ઓ ને આરોગ્ય ની પૂરતી સુવિધા ન આપી શકતી હોય તો આદિવાસીઓ ના નામે તાયફાઓ કરવાનું બંધ કરે અથવા તો તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવે. આ સ્ટેટ હોસ્પિટલમાં માં પૈસા ન હોવાને કારણે ગરીબ આદિવાસી ઓ વધારે સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આદિવાસી ઓ સાથે સરકાર મજાક કરી રહી હોય એવું પ્રતિત થાય છે ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલ ખાતે ફિઝિશયન ડોક્ટર અને ICU ની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવે નહિ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મારી ફરજ ના ભાગ રૂપે હોસ્પિટલ ખાતે ધરણાં પર બેસવાની ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *