170 કલમો અને ઉભો પાક વાલ,ચણા,અડદ પર JCB ફેરવી અને આદિવાસી સમાજ સાથે અન્યાય

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાકડમાંળ ગામે વહીવટી તંત્ર દ્વારા ગરીબ આદિવાસીઓ ની બાપદાદા વખતની કબ્જા વાળી જગ્યામાં અંદાજીત 170 કલમો અને ઉભો પાક વાલ,ચણા,અડદ પર JCB ફેરવી અને આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

ફક્ત આજ જગ્યામાં દબાણ છે કે અન્ય નગરપાલિકા વિસ્તાર કે બીજી જગ્યા એ દબાણ નથી ફક્ત અને ફક્ત આદિવાસી સમાજના લોકો ની કબ્જા વાળી જગ્યા હોઈ એટલે અમારા લોકો ને હેરાન કરવાની વાત કરે એ અમને મજૂર નથી વિકાસ ના નામે અમારા લોકો એ આશરે 22 વર્ષ અગાઉ રોપેલી કલમો ને કાપી નાખવામાં આવી ફક્ત અમારા આદિવાસી સમાજના લોકો ની કલમો કાપી નાખી મને લાગે છે કે આ જંગલ માં નથી ગણાતું હશે.

મારી વહીવટી તંત્ર ને એ પણ વિન્નતી કે ધરમપુર નગરપાલિકા વિસ્તાર માં પણ બો બધા દબાણો છે તો હવે પછી એ દબાણો પણ હટાવવાની કાર્યવાહી કરો એવી અપેક્ષા આદિવાસી સમાજ પર થયેલ અન્યાય ની સાથે છું. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *