તા.23/01/2024 ના દિને ધરમપુર તાલુકાના આદિમજૂથ ના ખરેખર જેને આવાસની જરૂર હોય એવા આદિમજૂથ ના લોકો સાથે આવાસ બાબતે TDOશ્રીને રજૂઆત કરવામાં આવી.
ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી, કાકડકુંવા, બરૂમાળ, સિંદૂમ્બર, બિલધા, ઉકતા ગામોમાં ખરેખર જેને આવાસની જરૂર હોય એવા ઘણા આદિમજૂથ ના લોકો લાભથી વંચિત રહી ગયા હોય જે બાબતે તાત્કાલિક ઘટતું કરવા TDO શ્રી ને રજુઆત કરવામાં આવી.
અને સાથે આગામી દિવસોમાં ધરમપુર તાલુકાના આદિમજૂથ ના લોકો તાલુકા પંચાયત ની સામે ધરણાં કરવામાં આવશે. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ