વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડાના બજારમાં પસાર થતી સગીરાનો દુપટ્ટો પકડી બાઇક ઉપર બેસવા જણાવી ગંદા ઈશારો કરી છેડતી કરતો.
યુવકની હરકતોથી કંટાળેલી સગીરાએ તેના માતા પિતાને પણ ઘટનાની જાણ કરી ન હતી. યુવકે ફરી પાછો સગીરાનો દુપટ્ટો પકડી બાઇક ઉપર ફરવા જવાનો ઈશારો કરતા સગીરા ગભરાઈને નજીકમાં આવેલી પરિચિત વેપારીની દુકાનમાં જઈને યુવકની હરકતો વિશે જાણ કરી હતી. જે બાદ વેપારીએ સગીરાને ઘરે મુકવા ગયા હતા.
જે કેસમાં યુવકની ઉમરગામ પોલીસે ધરપકડ કરી હતી. તે કેસ વાપીની કોકસો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા ડી.જી.પી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 3 અલગ અલગ ગુનાઓમાં 1 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.