ભરૂચ: ઝઘડીયા
તા: 08-02-2024 ના દિને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ લોકસભા બેઠકની તૈયારીના ભાગ રૂપે 152 લોકસભા ઝઘડીયા વિધાનસભાના કાર્યકરો સાથે સંકલન બેઠકનું આયોજન થયું.
જેમાં આમ આદમી પાર્ટી AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને બુથ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા.
આગામી 2024 લોકસભા ચુંટણીમાં આદિવાસી નેતા અને AAP ના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસવા પણ ઉપસ્થિત રહી આગામી ચુંટણીમાં જંગી બહુમત મેળવી લોકસભાની સીટ પર જીત મેળવીશું. આ બેઠકમાં ખુબજ મોટી સંખ્યામાં કાર્યકરો અને આદિવાસી આગેવાનો હાજર રહી જુસ્સો વધાર્યો.