આદિજાતિ હોય એટલે ક્રિકેટ રમવા ન દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી

ચીખલી: ઘેજ

ચીખલી તાલુકાના ઘેજ ગામનો એક ઈસમ આદિવાસી સમાજ  માટે કેટલી નીચ માનસિકતા ધરાવે છે કે આવ્યા તો મર્ડર કરી નાખીશ અને આદિવાસી ઢોર ચારો અને એકદમ નીચ કક્ષાની વાતો કરવામાં આવી હોય એ કેટલું યોગ્ય

(૧) હમો ફરીયાદી ઉપરના સરનામે રહેતા આવેલા છીએ. હું અનુસુચિત જન જાતિ (ઢોડિયા જાતિ)નો ઈસમ છુ. હમારી વિસ્તાર સંવિધાનની અનુસુચિ – ૫ અન્વયે અનુસુચિત વિસ્તાર છે. ઉપરના ઈસમ બિન આદિવાસી છે. અને અમે આદિજાતિના છે. જે હકીકત સારી રીતે જાણે છે. તેમ છતા ગામમાં ક્રિકેટ રમવાની જગ્યા હોય ત્યા વર્ષોથી એ લોકો ક્રિકેટ રમતા આવેલ છે. 

અમો પણ ક્રિકેટ રમવા માટે જવાના હોય પરંતુ અમો આદિજાતિ હોય એટલે ક્રિકેટ રમવા ન દેવા માટે અમને જાતિ વિષયક ગાળો તેમજ અભદ્રભાષમાં ગાળો તથા દાબ દબાણ તથા માર મારવાની જાનથી મારી મડર કરવાની ધમકી આપે છે. અને હું કોઈ પણ કાયદા નિયમોને ગણકારતો નથી. એવુ તમામ બાબતો ફોન પર ધાક ધમકી આપેલ છે.

તેથી આ બિન આદિજાતિના ઈસમ વિરૂધ્ધ એટ્રોસીટી એકટ કલમ ૩ (૧) મુજબનો ગુનો આચરેલ હોય જેથી આ બિન આદિજાતિ ઈસમ વિરૂધ્ધ કાયદેસર થવા મારી ફરીયાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *