ભરૂચ: ઝાડેશ્વર
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે દેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને તેમની ટીમ પીડિત પરિવારના ઘરે પહોંચી પરિવારની મુલાકાત લીધી.
વિધવામાતા અને દીકરીઓને ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પરેશાન કરી, અરજી કરી મોકલાવી કામ અટકાવી ગરીબ પરિવારને દબાવવાનું કાવતરું કર્યું હતું. નોટિસો મોકલાવી આ બાબતની ફરિયાદ કરવા, જ્યારે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા ત્યારે એમની સાથે પોલીસ સ્ટેશનમાં પણ ગમે તેમ વર્તન થયું હોય એમ જાણવા મળ્યું હતું.
હર હંમેશ આદિવાસીના પડખે ઊભા રહેનારા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ પરિવારને આશ્વાસન આપ્યું હતું અને તેમને હિંમત આપી હતી કે આગળ ન્યાય અપાવવા ન્યાયિક લડાઈમાં સાથે રહીશું.