તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન વિવિધ પ્રશ્નોની રજુઆત

જય જોહાર
વલસાડઃ ધરમપુર

તા.21/02/2024 ના દિને ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ના અધ્યક્ષ હેઠળ રાખવામાં આવેલ હતી.

જેમાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી.

1) આદિમજૂથના લોકો ને મંજુર થયેલ આવાસો બાબતે બાકી રહેલ લોકો ને વહેલી તકે પ્રથમ હપ્તો નાખવા બાબત.

2) ધરમપુર તાલુકા સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક ચાલુ કરવા માટે મહેકમ મંજૂરી અને બ્લડ ચકાસણી પ્રમાણપત્ર અને ધરમપુર તાલુકા ની સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશિયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવા બાબત.

3) મરઘમાળ ગામે સસ્તા અનાજની દુકાન વિરવલ ગામે હોય જેને અલગ કરી મરઘમાળ ગામે કરવા બાબત.

4) શાળામાં જાતિનો દાખલો માંગવામાં આવે છે જેના કારણે શાળા ના બાળકો એ ધરમપુર ખાતે શાળામાં રજા પાડવી પડતી હોય છે જેથી બાળકોને અભ્યાસ માટે શાળા ખાતે જ વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે રજુઆત કરવામાં આવી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *