ભરૂચ
01-03-2024 શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બી.ટી.પી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માજી ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને ટૂક સમયમાં જાહેર સંમેલન કરીને બી.ટી.પી ના મોટી સંખ્યામા કાર્યકરો અને જનસમર્થન સાથે વિધિસર ભારતીય જનતા પાર્ટીમા જોડાવાના એવું અનુમાન થઇ રહ્યું છે.
ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે ખુબજ મહેનત કરી છે. આવનારી ચુંટણીમાં ભાજપના જાહેર થનારી લિસ્ટમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ પણ હશે. દેશમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ગુજરાતમાં પણ 2 સીટ આપ લડી રહી છે. તેમાંથી એક સીટ ઉપર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. ચૈતર વસવાને ભરૂચમાં આદીવાસી સમાજનો નેતા કહેવામાં આવે છે.
બી.ટી.પી ના નેતા છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાએ આજે સી.આર પાટીલ સાથે બેઠક કરી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આદીવાસી વોટબેંકમાં ભાગલા પાડવા માગે છે. હાલમાં ભરૂચની સીટ પરથી મનસુખ વસાવા સાંસદ છે. ભરૂચ એ 2 દાયકાથી ભાજપનો ગઢ છે. આમ છતાં 13 ટકા મતને સહારે ચૈતર વસાવા અહીં લડવા માગે છે. આપ પાર્નેટી અહીં ચૈતર વસાવા પર પૂરો ભરોસો છે કે આપની સીટ જીતી શકે એમ છે જેના કારણે અહીં ચૈતર વસાવા ને ઉમેદવારી આપી શકે એમ છે.
સી.આર પાટીલે આજે બી.ટી.પીના નેતા મહેશ વસાવા સાથે બેઠક કરી છે. મહેશ વસાવા અને છોટું વસાવાનો આજે પણ આદીવાસી સમાજ પર આગેવાનો છે. ચૈતર વસાવા બી.ટી.પી માંથી છૂટો થઈ આપમાં જોડાઈ ધારાસભ્ય બન્યો છે. ભાજપ આદીવાસી સમાજના મતમાં ભાગલા પાડવા માટે મહેશ વસાવાને આગળ કરી રહી છે. મહેશ વસાવા ભાજપમાં જોડાય તો ભાજપ અહીં મોટો ખેલ પાડી શકે છે. ગુજરાતમાં આદીવાસી નેતામાં છોટુ વસાવાને કારણે ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. ભાજપ અહીં વસાવા વર્સિસ વસાવાનો જંગ ખેલી શકે છે. છેલ્લા 2 દાયકાથી અહીં જીતતા મનસુખ વસાવાને ફરી રીપિટ કરવાના ભાજપ મૂડમાં નથી. જેથી મહેશ વસાવાને ભ રૂચ સીટ પર આપી શકે છે. અહીં જો અને તો ના સમીકરણો વચ્ચે એક બેઠકે ભરૂચમાં હલચલ જગાવી છે.
તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસે અહીં અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને સાઈડલાઈન કરી આપ સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ સીટ પર આપ કરતાં કોંગ્રેસના મત વધુ છે, કદાચ કોંગ્રેસે આ સીટ આપને આપી શકે એમ છે. ભાજપ માટે આ સીટ એ વટનો સવાલ છે. ગુજરાતમાં ભાજપ હેટ્રીક ફટકારવા માગે છે.