વલસાડ: ધરમપુર
ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1,23,45,126/-(એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર 126) રૂપિયાના ખર્ચે બનનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન ધારાસભ્યશ્રી અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.
જેનાથી આજુબાજુના ગામોને સારી સુવિધા ઉપલબ્ધ છે, આરોગ્ય કેન્દ્રના સ્ટાફમિત્રોને પણ કહેવામાં આવ્યું કે દર્દી ભગવાનનું રૂપ છે, એટલે ભગવાનની પૂજા કરો એ રીતે આવેલ દર્દીની પણ સાર-સંભાળ રાખવાની વાત કરી. સાથે કોન્ટ્રાકરને બાંધકામમાં ચોખ્ખી રેતી વાપરવા અને વ્યવસ્થિત કામ કરવા અંગેનું સૂચન કરવામાં આવ્યું.
જ્યાં ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ, વિરવલ ગામના સરપંચશ્રી પ્રતીક પટેલ, મરઘમાંળ ગામના સરપંચશ્રી રજની પટેલ, બામટી ગામના સરપંચશ્રી વિજય પટેલ, કરંજવેરી ગામના સરપંચશ્રી વિજયભાઈ, ભાંભા ગામના સરપંચશ્રી કૌશિક પટેલ, નાની ઢોલ ડુંગરી ગામના માજી સરપંચશ્રી જીતેન પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગણેશભાઈ બિરારી, વિમલ પટેલ તાલૂકા પંચાયત સભ્યશ્રી સુરેખાબેન અને ડૉ.શ્રીઓ, સ્ટાફ નર્સબેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.
ત્યાં સૌનું બહુમાન કરવામાં આવ્યું તે બદલ તમામ PHC સ્ટાફમિત્રોનો આભાર વ્યકત કરું છું
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ