વલસાડ: ધરમપુર
જય જોહાર
આદિવાસી લોકનેતા અને આદિવાસી મસીહા વાંસદા -ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ 2 ટર્મથી કોંગ્રેસમાં ચૂંટાતા આવ્યા છે, આદિવાસી મુદ્દાઓને લયને દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ લડાયક નેતા તરીકેની છાપ ઊભી થય છે, તેમજ પારતાપી નર્મદા લિંગ પ્રોજેક્ટને લયને સરકાર સામે આદોલન ઊભુ કર્યું હતું .
આવનારી લોકસભાની ચુંટણીમાં દક્ષિણ ગુજરાતમાં ઉભરતા આદિવાસી નેતા અનંત પટેલ નું વલસાડ-ડાંગમાં કોંગ્રેસ પક્ષમાં નામ જાહેર થતા તેમના આદિવાસી સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે, પણ એકબાજુ વલસાડ-ડાંગમાં ભાજપ પક્ષમાં ડૉ. કે.સી પટેલનુ પણ વર્ચસ્વ છે તો કોંગ્રેસે જીતવા માટે ખુબ જ મહેનત કરવી પડશે.
26 વલસાડ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને આદિવાસી સમાજનું અનમોલ ઘરેણું એવા અનંત પટેલ તા.12/03/2024 ની સાંજે 8:30 કલાકે ધરમપુર ખાતે ક્રાંતિકારી બિરસામુંડાને હાર- દોરા કરવા માટે આવી રહ્યા છે.