ધરમપુરના ખાંડા ગામમાં પૂ. મો૨ારિબાપુની ૯૩૪મી રામકથા યોજાશે

વલસાડ

સૌના પ્રિય પૂ. મો૨ારિબાપુના શ્રીમુખે ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ખાંડા ગામમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારિબાપુ દ્વારા રામકથા ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે. સત્ય-પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારિબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે.

ચૈત્ર નવરાત્રિના પાવન ખાંડા અને આસપાસના દિવસોમાં તા. ૦૯-૦૪-૨૦૨૪, મંગળવારથી તા.૧૭-૪-૨૦૨૪ બુધવાર દરમિયાન (નવ દિવસ) રામકથાનું ગાન ખાંડા ગામની ભૂમિ પર પ્યોરિય મોરારિબાપુ બાપુ કરશે. રામકથાનો પ્રથમ દિવસ તા. ૦૯-૦૪- ૨૦૨૪ના દિવસે સાંજે ૪-૦૦ કલાકે રહેશે. જ્યારે તા. ૧૦-૦૪- ૨૦૨૪ થી તા. ૧૭-૦૪-૨૦૨૪ના રામકથાનો સમય સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ નો રહેશે. રામકથા બાદ મહાપ્રસાદ (ભોજન)ની વ્યવસ્થા રાખેલ છે.

 ખાંડા અને આસપાસના ગ્રામજનોએ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક કથા આયોજન માટે સંગઠિત થઈ કથા સ્થળ, પાર્કિગ અને રસોડાની વ્યવસ્થા માટેની વ્યવસ્થા કરી છે. આ કથાના નિમિતમાત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઇ – વીણાબેન પટેલ તથા મહેશભાઇ – કિન્નરી અને પરિવાર(U.S.A.) છે અને આયોજનની સેવા પરેશભાઈ ફાફડાવાલા કરશે.

આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ૨૭ મે, ૨૦૧૯માં સમૂહલગ્નનુ આયોજન કર્યુ હતું. ૧૨૫૧ દીકરીઓના સમૂહલગ્નનું આ આયોજન જૂજવા (વલસાડ) ગામે કરવામાં આવેલ હતું ત્યારે સૌના પ્રિય મોરારિબાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું. કે, આ કન્યાદાન મહોત્સવમાં એક સાધુ તરીકે હું તમને શું આપું? એક કથા તમારી વચ્ચે આવીને કરીશ, તમારી વચ્ચે રહીશ, તમારા રોટલા ખાઈશ, રામાયણની પોથી લઈને આવીશ અને કથા કરીશ.

૨૦૧૯ પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું. એ રામકથાનો પ્રેમયજ્ઞ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ ખાંડામાં તા. ૦૯ એપ્રિલ થી ૧૭ એપ્રિલ, ૨૦૨૪ ચૈત્ર નવરાત્રી દરમિયાન થવા જઈ રહ્યો છે. પૂ. બાપુ ખાંડા ગામમાં જ નવ દિવસ રોકાશે અને સૌને પ્રેમથી મળશે. પૂ. મોરારિબાપુના મુખે યોજાયેલ રામકથામાં પધારવા સૌને નિયંત્રણ પાઠવવમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *