ઉનાળામાં કાચી કેરી ખાવાના અનેક ફાયદાઓ…

સ્વાસ્થ્ય

કાચી કેરીનુ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરીક ઠંડક આપે છે, જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.

ઉનાળામાં પાચન શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કાચી કેરીનું સેવન કરવું  જરૂરી છે. કાચી કેરીની ચટ્ટણી, છુંદો, શરબત, અથાણું બનાવવામાં આવે છે. કાચી કેરી સ્વાદમાં ભલે ખાટ્ટી હોય પરંતુ શરીર માટે ખુબ ગુણકારી છે.

કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે,જેના કારણે વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે. કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કબજિયાત, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યાથી મુક્તિ મળે છે. – વિટામીન C થી ભરપૂર કાચી કેરી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

કાચી કેરી પોટેશિયમનો ખૂબ જ સારો સ્રોત માનવામાં આવે છે, જેના કારણે તે શરીરમાં સોડિયમની માત્રાને કંટ્રોલમાં કરીને તે શરીરમાં પાણીની અછતને પૂરું કરે છે. તેથી ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *