ગુજરાત : સુરત
અમદાવાદથી મુંબઈ જતી ‘વંદે ભારત’ સુરતમાં ઉભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખુલતા ટ્રેન રોકવી પડી હતી. આ દરમિયાન મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા.
‘વંદે ભારત’ ટ્રેન પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી છે, અગાઉ પ્રાણીઓ સાથે અથડાવવાથી લઈને અનેક રીતે જયારે આજે વહેલી સવારે એટલેકે 8.20ની નજીક અમદાવાદથી મુંબઈ જતી ‘વંદે ભારત’ સુરત સ્ટોપ હોવાને કારણે ત્યાં ટ્રેન ઉભી રહી હતી ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં અટવાઈ રહ્યા.
‘વંદે ભારત’ ટ્રેન પણ કલાક સુધી સુરત સ્ટોપ પર જ ઉભી રહી હતી. જોકે આખરે દરવાજા ન ખુલતા એક્સપર્ટને બોલાવતા તેમના દ્વારા મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શક્યા..