શું તમે જાણો છો હિન્દુ ધર્મમાં અખાત્રીજ (અક્ષય તૃતીયા)નું વિશેષ મહત્વ ?

ભારત

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ (અક્ષય તૃતીયા) કહેવાય છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજ (અક્ષય તૃતીયા)નું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. સાથે જ આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિધ્ન આવતા નથી.

આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનું ખરીદવા માટે આ તારીખ સૌથી શુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસ અને શ્રીગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું. આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર મા ગંગાનું આગમન થયું હતું. મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.

ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસથી ખુલ્લા મુકાય છે. વૃંદાવનમાં માત્ર આ એકજ દિવસ બાંકેબીહારીના શ્રીવીગ્રહના ચરણ દર્શન થાય છે.

જૈન ધર્મના પ્રથમ તિર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આકરી પૂણ તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા. ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા,તેથી જૈનધર્મમાં વર્ષીતપના પારણા અખાત્રીજે કરાય છે.
આદીનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ-સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગિકાર કર્યો હતો.

ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસથી ખુલ્લા મુકાય છે. વૃંદાવનમાં માત્ર આ એકજ દિવસ બાંકેબીહારીના શ્રીવીગ્રહના ચરણ દર્શન થાય છે.

 આજે અખાત્રીજનો પર્વ હોય ગામડામાં વસતા ખેડૂતો દેવ પૂજા કરી આવનાર ચોમાસા અંગેની પૂર્વ તૈયારીઓ પ્રારંભે છે. આદિવાસી ખેડૂત ગામડાની અંદર ગામના સીમાડા પર દેવ આવેલ હોય ત્યાં જઈને પૂજા કરી દેવને જુદા જુદા ભોગ ધરાવી ખુશ કરે છે.

એવી પ્રાર્થના કરે છે કે આવનાર ચોમાસામાં ખૂબ સારી ખેતી થાય અને એ માટે ભૂમિ પૂજન પણ કરે છે. ખેડૂતો ખેતરમાં બળદો, ટ્રેક્ટરની પણ પૂજા કરીને ખેતરમાં અખાત્રીજના શુભમુહૂર્તે ત્રણથી ચાર ચાસની ખેડ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *