ધરમપુરમાં જાતિનો દાખલો કાઢવા માટે પોતાની રોજગારી છોડીને પુરાવાઓ ભેગા કરવા માટે સમય અને પૈસા બગાડી રહ્યા છે.

ધરમપુર
તા.20/05/2024 ના દિને માન રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય અને માન મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વિધાર્થીઓને જાતિના દાખલા કાઢવા મુશ્કેલી પડતી હોય છે. જેથી વિધાર્થીઓને ભણતર માટે જુના નિયમ મુજબ દાખલો કાઢી આપવા બાબતે રજુઆત કરવામાં આવી.

જાતિઅંગેનો દાખલો મેળવવા માટે અનેક પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે અને આ જાતિનો દાખલો કાઢવા માટે પોતાની રોજગારી છોડીને આ પુરાવાઓ ભેગા કરવા માટે સમય અને પૈસા બગાડી રહ્યા છે. તો અમારા આદિવાસી લોકો રોજ મજૂરી કરીને જીવવા વાળા છીએ, રોજ દાખલ માટે દોડવુ પડે છે. તો એમના ઘર નો ચૂલો કઈ રીતે સળગશે, જેથી આદિવાસી સમાજમાં રોષની લાગણી ઊભી થઇ રહી છે.

જ્યારે અગત્યના કામે દાખલો જોઈતો હોય ત્યારે ક્યાં જવું જેથી તમામ આદિવાસી સામાજના વિધાર્થીઓ ખુબજ હેરાન પરેશાન થઈ ગયા છે. આથી આદિવાસી સમાજ ધરમપુર વતી મારી માંગણી અને લાગણી છે કે જુના નિયમ મુજબ સરપંચશ્રી નો જાતિનો દાખલો,લિવિંગસર્ટિ, આધારકાર્ડ,પાસપોર્ટ સાઈઝ ફોટો જેવા પુરાવા રજૂ કરી વિધાર્થીઓ ને અભ્યાસ માટે જાતિ નો દાખલો કાઢી આપવામાં આવે ની રજુઆત કરવામાં આવી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય: કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *