ભાજપનું ગુજરાતમાં ‘પાંચ લાખની લીડથી તમામ બેઠકો જીતવાનું સ્વપ્ન કેમ અધુરું રહ્યું?’

ગુજરાત

ગુજરાતમાં 2009 પછી પહેલી વાર કૉંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ નીવડી છે.

ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ તેમના ચૂંટણીપ્રચારમાં એવો દાવો કર્યો હતો કે, તેઓ તમામ બેઠકો પાંચ લાખની સરસાઈથી જીતશે.

સૌપ્રથમ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આ પ્રકારનું લક્ષ્ય જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આપણે બે વખતથી 26 બેઠકો જીતીએ છીએ. તો આ વખતે ગુજરાતે કંઈક નવું કરવું જોઈએને? આપણે દરેક બેઠક પાંચ લાખ મતોની લીડથી જીતી બતાવવાની છે અને વડા પ્રધાન મોદીજીને ભેટ આપવાની છે.”

26 બેઠકો પર પાંચ લાખની સરસાઈથી જીતનો દાવો કરતાં ભાજપને માત્ર ચાર બેઠકો પર પાંચ લાખની સરસાઈથી વિજય મળ્યો છે.

  1. ગાંધીનગર: 7.44 લાખ
  2. નવસારી: 7.73 લાખ
  3. પંચમહાલ: 5.09 લાખ
  4. વડોદરા: 5.82 લાખ

અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપની સરસાઈ એક લાખ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. બનાસકાંઠા બેઠક પરથી ભાજપની હાર થઈ છે. ભાજપ તમામ બેઠકો પર પાંચ લાખ કરતાં વધુ સરસાઈથી જીત્યો નથી.

18મી લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા NDA (એનડીએ) ગઠબંધનને બહુમત તો મળી પણ ભાજપને 240 બેઠકો જ મળી છે. જ્યારે સરકાર ચલાવવા માટે તેને 272 બેઠકોની જરૂર છે. એનડીએ ગઠબંધન પાસે કુલ 292 બેઠકો છે.

જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ખાતામાં 234 બેઠકો છે.હવે ભાજપને સત્તામાં ટકી રહેવા માટે નીતીશ કુમાર અને  ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *