ધરમપુરના આંબાતલાટ ગામમાં પેટ્રોલપંપ ખાતે પ્લાસ્ટિક બોટલમાં પેટ્રોલ આપવાની ના પડતા ફિલર બોયને માર મરાયો…

વલસાડ: ધરમપુર

મળતી  માહિતી મુજબ તા: 21-6-2024 ના રોજ રાત્રે ગામનાં રહીશ દિપકભાઈ રહે. રાખ ફળિયા, આંબાતલાટ તા.ધરમપુર જી.વલસાડ  એ આંબાતલાટ ગામમાં આવેલ કહાન પેટ્રોલીયમ પાસે  ફિલર બોયને પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ આપવા કહેતા રાજ્ય સરકારની સૂચના મુજબ પેટ્રોલ બોટલમાં આપવાની મનાઈ હોવાથી ફિલર બોય પેટ્રોલ આપ્યું ન હતું.

ના પાડતા ઉશ્કેરાઈને દિપકભાઈએ પેટ્રોલપંપ ઓફિસનો દરવાજો તોડીને ઘુસી જઈ અને ફિલર બોય શ્રી, રાજેશભાઈ જી . ભોરસર તથા શ્રી નીકેત એન. દેશમુખ ને માર મારેલ છે.

તેમજ પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી પણ આપી ગયેલ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થયેલ છે.ઘટના અંગે સ્થાનિક અગ્રણીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી. સમગ્ર ઘટના CCTV ફૂટેજ વાયરલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *