વલસાડ: ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુરમાં તારીખ 02/07/2024 ના દિને વલસાડ ખાતે ધરમપુર તાલુકાઅને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્યમિક શાળા અને મોડેલ સ્કૂલોમાં 79 પટાવાળા અને સિકયુરિટીનો K.C Enterprises એજન્સી દ્વારા છેલ્લા 4 મહિનાનો પગાર કરેલ ન હોય પગાર સ્લીપ અને PF બાબતે કલેક્ટરશ્રી વલસાડ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વલસાડને રજુઆત કરવામાં આવી.
કોન્ટ્રાક્ટ સિસ્ટમના લીધે આજે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે જેમાં સરકારી માધ્યમિક શાળા RMSA અને મોડેલ સ્કૂલો કરાર આધારિત શાળાઓમાં 79 જેટલા પટાવાળા અને ચોકીદાર નો પગાર 10,200/-(દસ હજાર બસો રૂપિયા) હોય જે છેલ્લા 4 મહિનાથી K.C Enterprises એજન્સી દ્વારા પગાર કરવામાં આવ્યો નથી તો આ પટાવાળા અને ચોકીદાર લોકો પોતાનું ઘર કઈ રીતે ચલાવશે.
ફક્ત ને ફક્ત આવી એજન્સી ઓ કર્મચારીઓનું શોષણ કરતી હોય છે તાત્કાલિક નિરાકરણ ન આવ્યું તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.