ડાંગ જિલ્લાની સરહદે આવેલ ખૂબસૂરત સ્થળ એટલે ‘ડોન’

આહવા: ડાંગ

ડાંગ જિલ્લાની સરહદે આવેલ ખૂબસૂરત સ્થળ ‘ડોન’ કે જ્યાંથી આસપાસના જંગલ અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારના અદભુત દ્રશ્યો જોવા મળે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ગડત ગામમાં આવેલ ‘ડોન’ની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધનું સંવનન અને સંવર્ધન કેન્દ્ર કાર્યરત; ડોન હિલ ઉપર ગીધરાજની વિશાળકાય પ્રતિમા પ્રવાસીઓને પક્ષીઓના જતન સંવર્ધનનો સંદેશ આપે છે.

‘ડોન’ના મુખ્ય આકર્ષણ તરીકે ડોન હિલ, સૂર્યોદય અને સૂર્યાસ્ત વ્યૂ પોઈન્ટ, વલ્ચર પોઈન્ટ, કુદરતી ધોધ અને ચોમાસામાં હરિયાળા જંગલોના ટ્રેકિંગ રૂટ્સ લોકોને આકર્ષી રહ્યા છે; ‘ડોન’ આહવાથી અંદાજે 33 કિમી અને સાપુતારાથી લગભગ 55 કિમીના અંતરે આવેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *