ક્રિશકુમાર ચૌધરીએ એસ.ટી. કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે.

સુરત: માંડવી

માંડવી તાલુકાનું ગૌરવ: ગોડધાના ક્રિશકુમાર ચૌધરીની NEET-UG 2026માં શાનદાર સફળતા.

માંડવી તાલુકાના ગોડધા (ગરમા ડુંગરી) ગામના ક્રિશકુમાર વિજયભાઈ ચૌધરીએ NEET-UG 2026ની મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સમગ્ર માંડવી તાલુકા તેમજ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

ક્રિશકુમાર ચૌધરીએ ST કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેમની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષકો, મિત્રો અને સમગ્ર ગોડધા ગામમાં આનંદની લાગણી પ્રસરી છે. ક્રિશકુમારના પિતા ચૌધરી વિજયભાઈ મીઠીયાભાઈ છે. પરિવારની મહેનત, માર્ગદર્શન અને ક્રિશકુમારની સતત મહેનતના પરિણામે તેમણે મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવાનું સપનું સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

એસ.ટી માં ક્રમાંક: 132  મેળવી ક્રિશકુમારની આ સફળતા માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ માંડવી તાલુકા અને સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત બની છે. તેમની સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *