ડાંગ: સાપુતારા
ડાંગ જિલ્લાના અતિ રળિયામણા હિલ સ્ટેશન સાપુતારા ખાતે ચોમાસાની ઋતુના અદભુત સૌંદર્ય વચ્ચે ‘મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬’ નો ભવ્ય શુભારંભ થઈ ચૂક્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવી પ્રકૃતિના અદભુત સૌંદર્ય અને લોકોના ઉત્સાહને માણ્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતજી તેમજ વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલ પટેલજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સાપુતારા એ પ્રકૃતિ, સંસ્કૃતિ અને ચોમાસાનો અદ્ભુત સંગમ છે. ડાંગની ધરતી પર વસેલું સાપુતારા માત્ર એક સુંદર હિલ સ્ટેશન નથી, પરંતુ અહીંની ઊંચી-નીચી પહાડીઓ, વાદળોથી ઢંકાયેલા શિખરો, ધુમ્મસભરી વાદીઓ, ઝરણાં અને ચારે તરફ છવાયેલી લીલીછમ હરિયાળી તેને અનોખું સૌંદર્ય આપે છે. ખાસ કરીને ચોમાસામાં સાપુતારાનું રૂપ જાણે સ્વર્ગ જેવું બની જાય છે. સાથે જ અહીંની સમૃદ્ધ ડાંગી આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકગીતો, પરંપરાગત વેશભૂષા, કલા અને જીવનશૈલી ડાંગની આગવી ઓળખને જીવંત રાખે છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રકૃતિની સુંદરતા સાથે આ સ્થાનિક સંસ્કૃતિ અને લોકકળાનો સુંદર સંગમ જોવા મળે છે. ગુજરાતની દક્ષિણ સીમા પાસે અને મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલો આ પ્રદેશ પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેની વિવિધતાનો અદ્ભુત અનુભવ કરાવે છે.

પહાડોની શાંતિ, વરસાદની રિમઝિમ, ડાંગી સંસ્કૃતિનો રંગ અને સરહદી પ્રદેશની સુંદરતા આ બધું મળીને સાપુતારાની સફરને માત્ર પ્રવાસ નહીં પરંતુ એક યાદગાર અનુભવ બનાવી દે છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આદિવાસી સંસ્કૃતિનો રંગ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આદિવાસી સંસ્કૃતિ, કલા અને સાહસિક પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જેવી કે
વારલી પેઇન્ટિંગ,
વાંસકામ અને હસ્તકલા,
આદિવાસી પરંપરાગત નૃત્ય,
સાહસિક પ્રવૃત્તિઓ વગેરે
આ કાર્યક્રમો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આદિવાસી કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને માણવા સાપુતારા બની રહ્યું છે ખાસ આકર્ષણ!
કુદરતના ખોળે ઉત્સવનો માહોલ: સાપુતારા ‘મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬’નો ધમાકેદાર પ્રારંભ!. ચોમાસામાં લીલોતરીથી ખીલી ઊઠ્યું સાપુતારા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ! ગુજરાતના સ્વર્ગ ગણાતા સાપુતારામાં શરૂ થયો ‘મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬’.
તમારે શા માટે અત્યારે જ સાપુતારાની મુલાકાત લેવી જોઈએ?

સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ: ધુમ્મસથી ઘેરાયેલા પહાડો અને લીલોતરીનો અદભુત નજારો. ડાંગનો સાંસ્કૃતિક વારસો: સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને લોકનૃત્યની ઝાંખી. આ ચોમાસામાં કુદરતના આ અણમોલ ઘરેણાં જેવા સાપુતારાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં!
તમારો સાપુતારાનો અનુભવ નીચે કોમેન્ટમાં જણાવો.