આદિવાસી પ્રદેશ રાજ્ય બનાવવા આદિવાસી સેનાનું આવેદન: પ્રમુખ પંકજ પટેલ દ્વારા વાંસદા મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ.

નવસારી: વાંસદા

આદિવાસી સેના પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ડો.પંકજ પટેલે આદિવાસી પ્રદેશ બનાવવા માટે માંગણી કરતું વાંસદા મામલતદાર, પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું. આદિવાસી સેના પાર્ટી દ્વારા અલગ આદિવાસી રાજ્ય આદિવાસી પ્રદેશની માંગણી તા. 09/08/2026ના રોજ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ભારત સરકારને નવી દિલ્હી જંતર મંતરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કર્યા બાદ આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ આવેદનપત્રની નકલ વાંસદા મામલતદાર અને પ્રાંત અધિકારીને તા. 12/08/2026ના રોજ આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર જોડે અલગ રાજ્ય આદિવાસી પ્રદેશની માંગણીના કારણો અને નકશો સામેલ કર્યો હતો.

આવેદનપત્ર આદિવાસી સેના પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ડો. પંકજ પી. પટેલ સાથે કાર્યકર્તા કલ્પનાબેન પટેલ અને નટુભાઈ પટેલ દ્વારા અપાયું હતું. આજ સુધી ભીલીસ્તાન અને ભીલ પ્રદેશની માંગણીઓ વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણીમાં ફાયદો લેવા માટે કરતા હતા પરંતુ આ આદિવાસી પ્રદેશના વિસ્તારોમાં ભીલ સમાજની વસ્તી માત્ર 40% થી નીચે હોવાથી ભીલ સિવાયના અન્ય આદિવાસી સમુદાયો આ માંગણીથી વિખુટા પડી જતા હતા અને સાથ આપતા નહતા.

જેથી ભીલ પ્રદેશની જગ્યાએ હવે પછી આદિવાસી પ્રદેશની માંગણી કરવામાં આવી છે એવું લખાણ અને નકશા સાથે આવેદન સુપરત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *