ગ્રામ પંચાયત સંચાલિત લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કરાયા..

વલસાડઃ ધરમપુર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા મોટીઢોલ ડુંગરી ખાતે તારીખ 14/06/2026 ની રોજ ગ્રામ પંચાયત સંચાલિત લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકો અર્પણ કાર્યક્રમનું આયોજન (પુસ્તકો ના દાતાશ્રી) વલસાડ જિલ્લા નાયબ માહિતી નિયામક અધિકારીશ્રી ઉમેશ ભાઈ બાવીસા અને રેમ્બોવોરિયર્સ ધરમપુરના કો. ઓરડીનેટર શ્રી શંકરભાઈ ની અઘ્યક્ષતામાં કરવામાં આવ્યું.

જેમણે વધુમાં જણાવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં એક-બે વાર સફળતા ન મળે તો નિરાશ કે વાંચવાનું બંધ કરી દેવું નહીં. સફળતા ક્યારે ને ક્યારેક તો મળશે જેથી કરી ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રહેવું.

ગામની લાઇબ્રેરીમાં હાલે 20 જેટલાં ગામના બાળકો સ્પર્ધાત્મક પરોક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા હોઈ એમને આવેલ અધિકારી શ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે રેમ્બોવોરિયર્સના કોર્ડિંનેટર શ્રી શંકર ભાઈ એ જણાવ્યું કે હાલ અલગ અલગ વિસ્તારમાં રેમ્બોવોરિયર્સ દ્વારા 18 જેટલી લાઇબ્રેરી કાર્યરત કરી છે જેમાં વાંચી ને 106 જેટલાં વિધાર્થી ઓ ક્લાસ 2 અને કલાસ 3 ની પરીક્ષા પાસ કરી છે.

ગામના વડીલ શ્રી કીકા દાદા,ગામના સરપંચશ્રી વિલિયમ પટેલ, માજી ડેપ્યુટી સરપંચશ્રી ઉમેદભાઈ, પંચાયત સભ્યશ્રીઓ મગન પટેલ, મહેન્દ્ર પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, અને ગામ આગેવાનશ્રી પુનિતભાઈ, હરેશ પટેલ, સુરેશ પટેલ, હસમુખ પટેલ, કૌશિક પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *