ગુજરાત
ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક અનુસચિત જનજાતિનો વિદ્યાર્થીને મેટ્રિક પછી મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય ગુજરાત સરકારે 28 ઓક્ટોબર, 2024ના રોજ જાહેર કર્યો છે.
શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરેને પત્ર લખી રજૂઆત કરી હતી. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઇ પટેલે રજૂઆત કરતા જણાવ્યું કે ભાજપની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં અપાયો છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકો સાથે અન્યાય કર્યો છે.
સરકારના આ ઠરાવ મુજબના નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમબીએ, એમસીએ, એમઈ અને એમ.ફાર્મથી લઈને અનેક પેરામેડિકલ કોર્સમાં મેટ્રીક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા, આવા લાભ લેનારા મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજજવળ બનતું હતું.
પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાને રદ કરીને સરકારે 60000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે ત્યારે, બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે પરિપત્રને રદ્દ કરવાની અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવાની માંગણી મિત્ર યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યા.
સરકારે પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે, સરકાર 500થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના તાયફાઓમાં વાપરી રહી છે સરકારે અમારી માંગ ન માની તો, પાંચ દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોમાં મોટી સંખ્યામાં આદિવાસી બાળકો સાથે ધરણા પ્રદર્શન કરીશું. અને તાળા બંધી કરીશું.