5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ
હાલની સ્થિતિ એ અનેક જગ્યાએ વૃક્ષો કપાઈ રહ્યા છે અથવા તો વિકાસનાં નામે કાપવામાં આવી રહ્યાં છે જેના લીધે પર્યાવરણમાં અનેક પ્રકારના ફેરફારો થઈ રહ્યાં છે જેવા કે કમોશમી વરસાદ, વધારા પડતી ગરમી વગેરે.
જો પર્યાવરણ ને બચવુ હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવવાની જરૂરી છે. જેના અનુસંધાને 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવવાની કરી વિવિધ જગ્યાએ વૃક્ષો રોપવામાં આવે છે.
પર્યાવરણ બચાવવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યાં છે.
આ અવસરે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણ આપવાના સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે અનેક સ્થળે વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યાં છે.
આ વિશ્વ પર્યાવરણ દિવસનાં કાર્યક્રમમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, અધિકારીશ્રીઓ, વન વિભાગના કર્મચારીઓ તથા કાર્યકર્તા મિત્રો સાથે મળીને વિવિધ રોપાઓનું વાવેતર કરી હરિયાળા અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બન્યા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વલસાડ દક્ષિણ વન વિભાગ, ધરમપુર રેન્જ, ધરમપુર નગરપાલિકા,ભારતીય જનતા યુવા મોરચા ધરમપુર દ્વારા આયોજિત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું તથા સ્વસ્થ પર્યાવરણ આપવાના સંકલ્પને વધુ દૃઢ બનાવવામાં આવ્યો.
“આજે વાવેલું એક વૃક્ષ, આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે.”