ધરમપુર તાલુકાનાં પીંપરોળ ગામમાં વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) પૂજા અર્ચના

વલસાડ: ધરમપુર

જય જોહાર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા પીંપરોળ ગામમાં વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) આવેલ છે. જ્યાં ડાંગ, વઘઇ, વાંસદા, ધરમપુર, કપરાડા જેવા અનેક વિસ્તારો માંથી લોકો આવે છે અને વરસાદી દેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. તારીખ 17/06/2026 ના દિને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીંપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામાં આવી.

આદિવાસી સમાજની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે. એવું માનવામાં આવે છે કે વરસાદી દેવની પૂજા વરસાદ વરસાવવા માટે તેમજ વરસાદને બંધ કરવા માટે પણ પૂજા કરવામાં આવે છે.

વલસાડ જિલ્લાના પીંપરોળમાં આવેલું વરસાદી દેવનું મંદિર ચોમાસાની ઋતુ દરમિયાન આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. સ્થાનિક માન્યતા મુજબ, આ દેવતા વરસાદ લાવવા અને પ્રકૃતિની રક્ષા કરવામાં મદદરૂપ થાય છે.

ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટે ની પ્રાર્થના કરવામાં આવે છે અને થોડા દિવસમાં ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો અને આખું ગામ ભેગું થઈ ને હવન કરવામાં આવે છે.

જ્યાં મોટી સંખ્યામાં ગામના વડીલો આગેવાનો હાજર રહ્યા અને વરસાદી દેવની પૂજા અર્ચના કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *