નવસારી: વાંસદા
ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી સહ્યાદ્રી ગીરીજન મહિલા વિકાસ મંડળ કામળઝરી સંચાલિત નાનીબા કન્યા આશ્રમ શાળામાં 64 જેટલી છાત્રાઓ સાથે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.
મળેલી માહિતી મુજબ અંકલાછ ગામની નાનીબા કન્યા આશ્રમ શાળા 151 છાત્રાઓ અભ્યાસ કરે છે જેમાંથી 64 જેટલી છાત્રાઓની અચાનક ઝાડા-ઉલટી થતા તબિયત બગડી જતા મેડિકલ વિભાગના કર્મચારીઓને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા. આ ખબર વાલીઓ સુધી વાયુવેગે પ્રસરી ગઈ હતી, છાત્રાઓને સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
નવસારી જીલ્લાના મેડિકલ અધિકારી ડો. ભાવેશ અને આશ્રમશાળાના અધિકારી સુજીત પ્રજાપતિએ દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતું દૂધ પીવાના કારણે તબિયત બગડી હોવાનું જણાવ્યું હતું. તે સિવાય ભોજન કે અન્ય કારણ પણ હોય શકે તેમ જણાવ્યું હતું.
દૂધ સહિત ભોજનની સામગ્રીના સેમ્પલની ચકાસણી કર્યા બાદ છાત્રાઓની તબિયત બગડી છે તેનું કારણ સ્પષ્ઠ થશે. પરંતુ હાલ સંચાલકોની બેદરકારી જણાય છે, જો કોઈ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં કસુરવાર હોય તો તેમની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે એવી સમયની માંગ ઉઠવા પામી છે.