વલસાડ: ધરમપુર
ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થઈ છે. જાહેર કરાયેલી નોટિસ અનુસાર ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે તારીખ 23 મે 2026 ને શનિવારે બપોરે 12:00 વાગ્યે તા. પં. ના સભાખંડમા બેઠક રખાઈ છે. ધરમપુર તાલુકા પંચાયતની 24 પૈકી 13 ભાજપ, 10 કોંગ્રેસ અને 01 બેઠક અપક્ષએ જીતી છે.
પ્રમુખપદ માટે રેસમાં આગળ ઉક્તા બેઠકની એમ.એ બી.એડ અને પૂર્વ સરપંચ શિક્ષિત મહિલા શકુંતલાબેન સતીશભાઈ ચૌધરી સૌથી આગળ હોવાનું મનાય છે. બીજી તરફ ધરમપુર તા. ભાજપ મહામંત્રીના પત્ની ખાંડા બેઠકના લીલાબેન મોહન લભાઈ ઘાટાળના નામની પણચર્ચા ઉઠી છે.
છેલ્લા કેટલાક સમયથી ભાજપના 13 સભ્યો સલામત સ્થળે ગાંધીનગર ખસેડાયા હોવાની ઉઠેલી ચર્ચાથી રાજકારણ તેજ બન્યું છે. તાલુકા પંચાયતમાં સત્તાનું હાલ રસપ્રદ સમીકરણ જોતા ભાજપ પાસે બહુમતી માટે જરૂરી 13 સભ્યોનું પૂરતું સંખ્યાબળ છે. જયારે વિપક્ષ કોંગ્રેસ 10 અને 01 અપક્ષ મળી 11 સભ્યોનું સંખ્યાબળ છે. જેને લઈ કોઈ સમીકરણ બદલાય નહિ એનું ધ્યાન રાજકીય પક્ષો રાખી રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે.
જ્યારે બે દાવેદારો નામની ચર્ચા અને પ્રમુખના નામની જાહેરાત સમયે કોઈ ટ્વીસ્ટ ન સર્જાય અને 13 સભ્યોની એક્તા જળવાઈ રહે આ માટે જ તમામ સભ્યોને એકસાથે રાખીને તેમને સેફ લોકેશન પર લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
જેમાં આજે તારીખ 23 મે ના રોજ ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય ગણિત પ્રમાણે ભાજપ પાસે બહુમતી માટે જરૂરી 13 સભ્યોનું સંખ્યાબળ છે, જેથી ભાજપના શકુંતલાબેન ચૌધરીનું પ્રમુખ બનવાનું લગભગ નક્કી દેખાઈ રહ્યું છે.
બીજી તરફ, કોંગ્રેસ પાસે 10 અને 1 અપક્ષ મળીને કુલ 11નું સંખ્યાબળ છે. પલ્લું ભાજપનું ભારે હોવા છતાં કોંગ્રેસે પણ શીતલબેન ચૌધરીને પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને લડત આપવાનું નક્કી કર્યું છે!
આગળ જોવા રહ્યું કે ?
શું ભાજપ અપેક્ષા મુજબ સરળતાથી સત્તા મેળવી લેશે, કે પછી આ ચૂંટણીમાં કોઈ છેલ્લી ઘડીનો મોટો વળાંક (રાજકીય ઉલટફેર) જોવા મળી શકે છે? વિપક્ષ તરીકે કોંગ્રેસનું ઉમેદવારો ઊભા રાખવાનું આ પગલું લોકશાહી માટે કેટલું યોગ્ય છે? એ જોવા રહ્યું. પણ ધરમપુર તાલુકાનો વિષય અટકાવો ના જોઈએ.